શ્રુતિને નથી કોઇ સામે ફરિયાદ
સાઉથના સુપરસ્ટાર કલમ હાસનની દિકરી શ્રુતિ હાસન હવે લવલાઇફ અને બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. સાઉથ ઉપરાંત બોલીવૂડમાં પણ ચાહકો ધરાવતી શ્રુતિ કહે છે મને કોઇ બાબતનો અફસોસ નથી. વર્ષ ૨૦૦૦માં ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર શ્રુતિ ૨૦૦૯માં પહેલી વખત હિન્દી ફિલ્મ લકમાં જોવા મળી હતી. શ્રુતિ લાંબા સમયથી માઇકલ કોરસેલ સાથે ડેટ કરી રહી રહી હતી. પણ થોડા દિવસો પહેલા આ બંને અલગ થઇ ગયા છે. તે સાથે શ્રુતિએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટમાંથી બોયફ્રેન્ડ સાથેની તસ્વીરો ડિલિટ કરી દીધી છે. શ્રુતિ કહે છે મેં આ બ્રેકઅપથી ઘણું શીખ્યું છે, કોઇ સામે ફરિયાદ નથી. હું હવે હમેંશા મારી જિંદગીમાં અદ્દભુત પ્રેમની શોધમાં રહીશ અને જો મળશે તો લોકોને પણ જણાવીશ. હવે અમારે એકલા જ સફર પુરી કરવાની છે. બોલીવૂડમાં અને સાઉથમાં અસંખ્ય ચાહકો ધરાવતી શ્રુતિ પાસે હાલ કોઇ ફિલ્મ નથી.