ફિલ્મ જગત
News of Thursday, 11th October 2018

'ઝીરો' માટે આનંદને ખુબ મોટી આશા

નિર્દેશક આનંદ એલ. રાયને આશા છે કે તેની ફિલ્મ ઝીરો બોકસ ઓફિસ પર ૩૫૦ કરોડની કમાણી કરશે. શાહરૂખ ખાનને લઇને આનંદે ઝીરો બનાવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગણાના રોલમાં જોવા મળશે. સાતે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. આ બંને સાથે શાહરૂખ અગાઉ જબ તક હૈ જાન ફિલ્મમાં પણ કામ કરી ચુકયો છે. આનંદે કહ્યું હતું કે અમારી આ ફિલ્મ બોકસ ઓફિસ પર ૩૫૦ કરોડનો આંકડો સરળતાથી પસાર કરી લેશે. તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ અને રાંઝણા જેવી સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા આનંદ એલ. રાય કહે છે કે  મને આશા છે કે મેં આ ફિલ્મ ખુબ સારી બનાવી છે. અમને ફિલ્મ બનાવતી વખતે ખુબ મજા આવી હતી અને હવે દર્શકોને પણ મજા આવશે. ૨૧ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.

(9:23 am IST)