ફિલ્મ જગત
News of Thursday, 11th October 2018

ઉડીને આંખે વળગી રહી છે કંગના રનોૈતની મહેનત

કંગના રાનોૈતની બહુચર્ચીત ફિલ્મ 'મણિકર્ણિકા'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. જેમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો દમદાર અવાજ પણ સંભળાય છે. કંગનાની જબરદસ્ત એકટીંગ જોવા મળી રહી છે. ટીઝરની શરૂઆત ભારતવર્ષની મહાન સભ્યતાના ગુણગાનથી થાય છે અને ઝાંસીની રાણીની મર્દાની પર ખત્મ થાય છે. કંગના ટીઝરમાં જબરદસ્ત એકશન દ્રશ્યો કરતી જોવા મળી રહી છે. બે મિનીટના આ ટીઝરમાં ઝાંસીની રાણી મણિકર્ણિકાના અનેક કિસ્સાઓને ઉજાગર કરાયા છે. આ ફિલ્મના એકશન દ્રશ્યોના શુટીંગ વખતે કંગનાને ઇજા પણ પહોંચી હતી અને માથા પર પંદર ટાંકા લેવા પડ્યા હતાં. ટીઝર જોતાં કંગનાની મહેનત ઉડીને આંખે વળગે તેવી જણાય છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના રિલીઝ થશે. કહાની કેવી વિજેન્દ્ર  પ્રસાદે લખી છે. અંકિતા લોખંડે, અતુલ કુલકર્ણી, સુરેશ ઓબેરોય, જીશુ સેનગુપ્તા પણ મહત્વના રોલમાં છે.

(9:23 am IST)