ફિલ્મ જગત
News of Thursday, 11th October 2018

હિન્દી ઉપરાંત તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ

શ્રધ્ધા કપૂર હાલમાં સાઇના નેહવાલની  જિંદગી પરની ફિલ્મ કરી રહી છે. જો કે ડેંગ્યુ થઇ જતાં થોડા દિવસ આ શુટીંગ બંધ રાખવું પડ્યું હતું. તેની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુમાં પણ રિલીઝ થશે.  શ્રધ્ધાએ કહ્યું હતું કે જ્યારે તેની ફિલ્મ સ્ત્રી બની ગઇ ત્યારે તે જોતાં પોતે જ ડરી ગઇ હતી. હજુ પણ જ્યારે તે આ ફિલ્મ જોવે છે ત્યારે ડરી જાય છે અને આંખ પર હાથ રાખી દે છે. દર્શકોને આ ફિલ્મ ખુબ ગમી છે અને સો કરોડની કમાણી પણ કરી છે. શ્રધ્ધાની પાછલી ફિલ્મ બત્તી ગુલ મિટર ચાલુ પણ લોકોને ગમી છે.  શ્રધ્ધા કહે છે બોલીવૂડમાં સગાવાદ ચાલતનો નથી, અહિ સખ્ત મહેનતની જરૂર હોય છે. મેં પહેલી ફિલ્મ કરી હતી ત્યારે નિર્માતાને એ પણ ખબર નહોતી કે હું કોની દિકરી છું. મેં અનેક ઓડિશન આપ્યા હતાં.

(9:22 am IST)