ફિલ્મ જગત
News of Wednesday, 11th September 2019

ફિલ્મ 'મુક્કા બાઝ'માં રણદીપ હુડ્ડા અને ઝોયા હુસેન ની જોડી

મુંબઇ:  સંજય લીલા ભણશાલીની સલમાન-આલિયાની ફિલ્મ બંધ થઇ ગઇ છે. એ બાદ એવી ચર્ચા હતી કે, ભણશાલી આલિયાની તારીખોને વેડફાવવા નહીં દે, અને એક મહિલાની બાયોપિક આલિયાને લઇને બનાવશે. પરંતુ પછીથીએવી વાત હતી કે, આલિયાએ  પોતાન તારીખો દક્ષિણની ફિલ્મ માટે આપી દીધી છે. હવે ભણશાલી રણદીપ હુડા અને ઝોયા હુસેનને લઇને એક ફિલ્મ બનાવી રહ્યો છે.  ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યુ હતુ કે, આ ફિલ્મમાં રણદીપ હુડા એક અનોખા પાત્રમાં જોવા મળશે. તેને સાથ આપવા માટે ભણશાલીની ફિલ્મ 'મુક્કા બાઝ'ની હિરોઇન ઝોયાને લેવામાં આવી છે. આ ફિલ્મની વાર્તા એક વ્યક્તિના રંગરૂપથી વધુ તેની નીયત પર ભરોસા કરવાની વાત છે. આ ફિલ્મનું શીરેષક ભણશાલીએ બહુ સમજી વિચારીને 'અનફેયર એન્ડ લવલી' રાખ્યું છે.''જોકે ભણશાલીએ હજી સુધી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી નથી. પરંતુ ફિલ્મના સૂત્રના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ થશે. કહેવાય છે કે, 'ઇન્શાલ્લાહ' બંધ થતા ભણશાલીને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવુ પડયુ છે. 

(5:19 pm IST)