ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

નેટ પર લિક થઈ ઋષિ કપૂર અભિનીત ફિલ્મ મુલ્ક

મુંબઈ :તાપસી પન્નુ અને ઋષિ કપૂર સ્ટારર ફિલ્મ ‘મુલ્ક' સિનેમાઘરોમાં રિલીઝ થયાના 8 દિવસ થયા છે. હિન્દુ મુસ્લિમ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી સ્ટોરીને લીધે ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આમ છતા ફિલ્મની કમાણી પર અસર થઈ શકે છે. કેમ કે ફિલ્મ મુલ્ક નેટ પર લીક થઈ ગઈ છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે આ પહેલા સની લિયોનીની બાયોપિક અને ‘સેક્રિડ ગેમ્સ' પણ લીક થઈ ગઈ હતી.

(9:36 pm IST)