ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

સોનાલી બેન્દ્રેએ પુત્ર રણવીરના જન્મદિવસે લખી ભાવુક પોસ્ટ

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં જિંદગી અને મોત વચ્ચે કેન્સર સામે લડી રહી છે અને ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. ક્યારેક ક્યારે તે સોશિયલ મીડિયામાં પોતાની તબિયતના સમાચાર અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરતી રહે છે. હાલમાં તેણે પોતાના પુત્ર રણવીરના જન્મદિવસ પર ઈમોશનલ મેસેજ લખ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(9:35 pm IST)