ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

દેઓલ ફેમિલી ફરી એક વખત દર્શકો માટે મનોરંજન પીરસશેઃ યમલા પગલા દીવાના ફિર સેનું ટ્રેલર રિલીઝ

મુંબઇ: દેઓલ ફેમેલી ફરી એક વખત દર્શકો માટે ખુબજ એન્ટરટેઇન કરવા આવી ગયા છે. યમલા પગલા દીવાના ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડી છે. હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ત્રણ મિનિટનાં ટ્રેલરમાં સની દેઓલ, બોબી દેઓલ, ધરમ પાજીની અજીબ કેમેસ્ટ્રી નજર આવે છે. ટ્રેલરમાં દેઓલ ફેમિલી સીવાય સલમાન ખાન, રેખા, શત્રુઘન સિન્હા અને સોનાક્ષી સિન્હા ફિલ્મમાં કેમિયો રોલમાં નજર આવશે.

 

ટ્રેલર જોઇને ફરી એક વખત ધરમજીનાં ફેન થઇ જશો. તેમનો મજાકીયા અંદાજ તમને ગમી જશે. ફિલ્મમાં દેઓલ પરિવાર ઉપરાંત બિન્નૂ ઢિલ્લન, કીર્તિ ખબંદા, સતીશ કૌશિક પણ લિડ રોલમાં છે

(5:36 pm IST)