ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

ટ્રાફિકના નિયમો પાળવામાં ફિલ્મસ્ટારો પણ સામાન્ય નાગરિક જેવા જઃ સલમાન ખાન-કપિલ શર્મા-અર્જુન કપૂર સહિતનાએ ટ્રાફિકના ભંગ બદલ આપવામાં આવેલ ચલણનો દંડ ભર્યો નથી

મુંબઇઃ સેલિબ્રિટી હોવાના જેટલા ફાયદા છે તેટલું નુકસાન પણ છે. સેલેબ્સને મળતા અન્ય ફાયદા અને લોકપ્રિયતા વિશે તો ખબર નહીં પરંતુ ટ્રાફિકના રૂલ્સ પાળવામાં સ્ટાર્સ સામાન્ય નાગરિકો જેવા છે. હાલમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન, કપિલ શર્મા અને અર્જુન કપૂરે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. જેની સામે તેમને ચલણ આપવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે કલાકારો હજુ સુધી દંડ ભર્યો નથી.

સલમાનની એક કાર તેના ભાઈ અરબાઝની એક ફિલ્મ કંપનીના નામે રજિસ્ટર્ડ છે. ગાડીએ ટ્રાફિક રૂલ્સ તોડતાં 4000 રૂપિયાનું ચલાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે સલમાનના પરિવારનું કહેવું છે કે, તેમને અંગે જાણ નહોતી, જો ખબર હોત તો દંડ ક્યારનો ભરાઈ ગયો હોત.

એક્ટર અર્જુન કપૂર પણ લિસ્ટમાં સામેલ છે. અર્જુન કપૂરનું પણ 2000 રૂપિયાનું ચલણ પેન્ડિંગ છે. તેની સામે ઓવર સ્પીડમાં કાર ચલાવવાનું ચલાન છે.

સ્ટાર કોમેડિયન કપિલ શર્મા આજકાલ લાઈમલાઈટથી દૂર છે. કપિલની ગાડીઓ સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2000 રૂપિયાના દંડનું ચલાન પેન્ડિંગ છે.

(5:36 pm IST)