ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

સ્વ. ઇન્દિરા ગાંધી પણ ફિલ્મ નહીં વેબ સિરીઝ બનાવશે: વિદ્યા બાલન

મુંબઇ:  ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલને કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન સદ્ગત ઈન્દિરા ગાંધી વિશે અમે જે ફિલ્મ બનાવવાનું વિચારતા હતા તે ફિલ્મને બદલે હવે વેબ સિરિઝ બનાવીશું. સાગરિકા ઘોષના પુસ્તક 'ઈન્દિરા ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફૂલ પ્રાઇમ મિનિસ્ટર' પર આધારિત આ વેબ સિરિઝમાં ઇંદિરાજીના જીવનના મુખ્ય એવા બધા પ્રસંગો સમાવી લેવાની સર્જકોની યોજના છે. વિદ્યાએ કહ્યું કે બે અઢી કલાકની ફિલ્મમાં ઇંદિરાજીના જીવનની તમામ વાતો સમાવી લઇ શકાય નહીં, ઘણી વાતો જતી કરવી પડે. અત્યારે તો અમે એમના જીવનના મુખ્ય પ્રસંગોને તારવી રહ્યા છીએ. એકવાર કયા પ્રસંગ કેવી રીતે સમાવી લેવા એે નક્કી થઇ જાય પછી એની સ્ક્રીપ્ટની ચર્ચા શરૃ થશે અને ત્યારબાદ નક્કી કરીશું કે વેબ સિરિઝની કેટલી સીઝન કરવી પડશે ? તેણે કહ્યું કે રોની સ્ક્રૂવાલા આ સિરિઝના ફાઇનાન્સર કમ પ્રોડયુસર છે. અમારે સ્ક્રીપ્ટ તૈયાર કરવા અગાઉ કેટલુંક વધારાનું સંશોધન કરવું પડે એમ લાગે છે. કેટલીક વિગતોનો તાળો મેળવવો જરૃરી બને છે. એણે ઉમેર્યું કે આ સિરિઝ માટે અમારે કોઇની પરવાનગી લેવાની જરૃર નથી. અમે પુસ્તકને આધારે બનાવીએ છીએ અને પુસ્તકના રાઇટ્સ અમે ખરીદી લીધા છે.
 

(4:26 pm IST)