ફિલ્મ જગત
News of Saturday, 11th August 2018

એકતા કપૂર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાને લઈને બનાવશે ફિલ્મ

મુંબઇ: ટોચની મહિલા ફિલ્મ સર્જક બાલાજીની એકતા કપૂરે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાને પોતાની એક આગામી ફિલ્મ માટે સાઇન કર્યાં હોવાની માહિતી મળી હતી. અગાઉ આ બંનેએ હસી તો ફસી ફિલ્મ સાથે કરી હતી જે એ જ ટાઇટલ ધરાવતી હિટ મરાઠી ફિલ્મ પરથી બની હતી. હવે આ બંને એકતા કપૂરની ફિલ્મમાં સાથે દેખાવાનાં છે. એકતા કપૂરની ફિલ્મને જબરિયા જોડી ટાઇટલ આપવામાં આવ્યું છે. આમ તો આ બંને કલાકારો અગાઉ હિટ ફિલ્મ માટે તડપતા હતા. પરિણિતીને ગઇ દિવાળી પર એક સુપરહિટ ફિલ્મ મળી ગઇ. અજય દેવગણની ગોલમાલ અગેનમાં પરિણિતીનો રોલ વખણાયો અને રાતોરાત એની માગ વધી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ અભિનય કારકિર્દી કરણ જોહરની સ્ટુડન્ટન ઑફ ધી યર (2012) થી અભિનય કારકિર્દી શરૃ કરી હતી પરંતુ હજુ સુધી એક પણ હિટ ફિલ્મ આપી શક્યો નથી. તાજેતરમાં એવી વાતો વહેતી થઇ હતી કે એ કરણ જોહર કેમ્પને હવે છોડી દેવાનો છે. અહીં તમને એક વાત કહી દઇએ કે આ ફિલ્મનું ઓરિજિનલ ટાઇટલ શોટગન શાદી હતું. હવે એ ટાઇટલ બદલીને જબરિયા જોડી કરવામાં આવ્યું છે. એટલે કે જબરિયા જોડી સાવ નવી નક્કોર ફિલ્મ નથી, શોટગન શાદી છે. એક સૂત્રે કહ્યું કે આ ફિલ્મની કથા વરરાજાના અપહરણની છે એટલે જબરિયા જોડી ટાઇટલ વધુ ફિટ છે એમ એકતા સહિત સૌને લાગ્યું હતું એટલે ટાઇટલ બદલી નાખવામાં આવ્યું હતું.

(4:25 pm IST)