ટીવી અભિનેત્રી એકતા કોલએ કરી સુમિત સાથે સગાઇ
ટીવી શો વો રહેને વાલી મહેલો કી, કોમેડી નાઇટ્સ બચાઓ, ચંદ્રગુપ્ત મોૈર્ય સહિતમાં કામ કરી ચુકેલો અભિનેતા, લેખક સુમિત વ્યાસ ફિલ્મો પણ કરી ચુકયો છે. છેલ્લે તે વીરે દી વેડીંગમાં કરીના કપૂરના પતિના રોલમાં હતો. આ અભિનેતાએ ટીવી અભિનેત્રી એકતા કોૈલ સાથે સગાઇ કરી લીધી છે અને ૧૫મી સપ્ટેમ્બરે લગ્ન કરવાનો છે. સુમિતે કહ્યું હતું કે એકતા ખુબ જ ખુબસુરત છે, મેં કેટલાક દિવસો પહેલા એકતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો અને એ ના પાડે એ પહેલા જ મેં તેને અંગુઠી પહેરાવી દીધી હતી. તેને રીંગ ખુબ પસંદ પડી હતી.
જો કે અંગુઠી અલગ સાઇઝની હતી. મારો પરિવાર એકતાને ખુબ પસંદ કરે છે. અમે પણ તેના પરિવારને મળવા જમ્મુ ગયા હતાં. અમે કાશ્મીરી રીતરસમથી લગ્ન કરીશું. એકતા પણ આ સગાઇથી ખુબ જ ખુશ છે. સુમિત તેની પહેલી ફિલ્મની પટકથા પણ લખી રહ્યો છે. એકતાએ ટીવી પરદે 'રબ સે સોણા ઇશ્ક' થકી ૨૦૧૨માં અભિનય શરૂ કર્યો હતો.