ફિલ્મ જગત
News of Thursday, 11th July 2019

થ્રિલર એકશન ફિલ્મ કરવાની કૃતિની ઇચ્છા

અભિનેત્રી કૃતિ ખરબંદાએ બોલીવૂડમાં વર્ષ ૨૦૧૬માં રાઝ-રીબૂટ થકી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તે ગેસ્ટ ઇન લંડન, વીરે દી વેડિંગ અને યમલા પગલા દિવાના ફિર સે જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તાજેતરમાં કૃતિએ પોતાને કેવો રોલ કરવો પસંદ છે તેની વાત કરી હતી. કૃતિએ કહ્યું હતું કે હું પડકારજનક રોલની રાહ જોઇ રહી છું. મને સાઇકોલોજિકલ થ્રિલરમાં કામ કરવું ગમશે. ઉર્મિલા માંતોડકરે એક હસીના થી ફિલ્મમાં જેવો રોલ નિભાવ્યો હતો તે મને ખુબ ગમે છે. એ પાત્ર અને અભિનય જોઇને મારા રૃંવાડા ઉભા થઇ જાય છે. હું પણ આવી જ એક ફિલ્મમાં કામ કરવા ઇચ્છા ધરાવું છું. આ ઉપરાંત મને એકસન સિન્સ કરવા પણ પસંદ છે. કૃતિ આ વર્ષે પાગલપંતી, હાઉસફુલ-૪ અને ચેહરે ફિલ્મમાં જોવા મળવાની છે. આ તમામ મોટા કલાકારોની અને મોટા બજેટની ફિલ્મો છે.

(10:22 am IST)