ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં વ્યસ્ત અક્ષય કુમાર
મુંબઇ: એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનનો મંગળવારે ઔપચારિક રીતે આરંભ કર્યો હતો. એણે આ પ્રસંગે ફિલ્મ ગોલ્ડ અને હૉકીની રમત બંનેના મહત્ત્વને સ્પષ્ટ કર્યું હતું. ગોલ્ડ ફિલ્મમાં હૉકીની રમતનો એક ભવ્ય ઇતિહાસ સમાયેલો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછીના વરસે ૧૯૪૮માં ઇંગ્લેંડમાં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો એની કથા આ ફિલ્મમાં છે. અક્ષય કુમાર એેમાં ખૂબ મહત્ત્વનો રોલ કરી રહ્યો છે. આ પ્રસંગે અક્ષય કુમારે મિડિયા સાથે ખૂબ ખુશમિજાજમાં અને રમૂજી સ્વભાવમાં સવાલ-જવાબ કર્યા હતા. એક તબક્કે એ અભિનેત્રી મૌની રોય સાથે ટેબલ પર ચડી ગયો હતો અને મિડિયાને હસાવ્યું હતું. અક્ષય કુમારે કહ્યંુ કે સુવર્ણનું વ્યાવસાયિક મહત્ત્વ ઘણું છે. ભારતીય હૉકી ટીમેે પહેલવહેલો ગોલ્ડ મેડલ મેળવીને દેશ આઝાદ થયો એના પહેલાજ વરસે દેશનું અને અલબત્ત હૉકીની રમતનું મહત્ત્વ વધારી દીધું હતું. ક્યારેક ગોલ્ડ મેડલ ન પણ મળે, એવા સમયે નિરાશ થવાને બદલે ફરી એકવાર પ્રયાસ કરી જોવો જોઇએ એમ તેણે કહ્યું હતું.