ફિલ્મ જગત
News of Tuesday, 11th June 2019

અભિનેત્રી આલીયા ભટ્ટ 'સડક-૨' ફિલ્મમાં પોતાના પિતા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે પહેલીવાર કામ કરશે

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ 'સડક-૨'માં પહેલીવાર પોતાના પિતા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે કામ કરશે. 'સડક ૨'માં આવેલી 'સડક'ની સીકવલ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા સાથે સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર જોવા મળશે. આ ફિલ્મ પહેલા આલિયાએ સંજય અને આદિત્યની સાથે 'કલંક'માં કામ કર્યુ હતું, પરંતુ ફિલ્મ બોકસ ઓફિસ પર દર્શકોનું દિલ જીતી શકી ન હતી. ફિલ્મ 'સડક-૨'માં ફરીથી નો મેકઅપ પોલિસી અપનાવવાના છે. આ ફિલ્મની મેકઅપ ટીમ આલિયાના ચહેરા પર ફાઉન્ડેશનની સાથે સામાન્ય પ્રાઈમર બેસ યુઝ કરશે, જેથી ઈફેકટ આવી. તો બીજી તરફ ગાલ પર રોજ બ્લશ હશે, આંખોમાં કાજલ અને પિંક કલરની લાઈટ લિપસ્ટિક. આલિયા માટે આ લુક કોઈ નવી વાત નથી, તે આ પહેલા પણ રાજી, હાઈવે, ઉડતા પંજાબ અને ગલી બોય જેવી ફિલ્મોમાં ખૂબ લાઈટ મેકઅપમાં જોવા મળી હતી અને દર્શકોને તે ખૂબ ગમી હતી. 'સડક-૨'ના સેટ પર પૂજા, આલિયા, સંજુ, આદિત્યની ઈકવેશન એકબીજા સાથે ખૂબ સારી થઈ ગઈ છે. સેટ પર બિલકુલ ફેમિલી જેવો માહોલ રહે છે. 'સડક-૨' આગામી વર્ષે ૧૦ જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત આલિયા પોતાની બીજી ફિલ્મો 'બ્રહ્માસ્ત્ર', 'તખ્ત', 'ઈંશાઅલ્લાહ'માં પણ બીજી છે. તો બીજી તરફ આદિત્ય પોતાની ફિલ્મ 'મલંગ'ને લઈને ચર્ચામાં છે, આ ફિલ્મમાં આદિત્ય સાથે કેટરીના કૈફ જોવા મળશે.

(6:20 pm IST)