ફિલ્મ જગત
News of Tuesday, 11th June 2019

કિંગ ખાનને લઈને ફિલ્મ બનાવવા માંગે છે ફિલ્મકાર હંસલ મેહતા

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મકાર હસંલ મેહતા કિંગ ખાન શાહરુખ ખાનને લઈને ફિલ્મ બનાવવા માંગે છે. 'શાહિદ', સીટી લાઈટ'ઓમેરતા અને સિમરન જેવી હિટ ફિલ્મ બનવનાર ફિલ્મકાર અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હંસલ મેહતા શાહરુખ ખાને લઈને ફિલ્મ બનવવા માંગે છે હંસલ મેહતા શરૂથી શાહરૂખના અભિનયના દીવાના છે. અને તેને સારો અભિનેતા માને છે, મહેતાનું કહેવું છે કે શાહરુખ સાથે કોઈ રોમાન્ટિક ફિલ્મ નહીં પણ એવી ફિલ્મ બનાવવા માંગે છે જેમાં અત્યાર સુધી શાહરુખ ખાન ના કરી હોય. હંસલ મહેતાએ કહ્યું, "હું ક્યારેય બ્રાન્ડ મૂલ્ય વિશે ઘણું વિચારતો નથી. મારા માટે વાર્તા અને અભિનેતાનો અર્થ ઘણો છે. આજનાં તારાઓ મારા પ્રિય અભિનેતા શાહરૂખ ખાન છે, મને તેમને ખૂબ ગમે છે. હું શાહરુખ સાથે કામ કરવા માંગુ છું. જો તમને ક્યારેય કોઈ સરસ વાર્તા મળી હોય, તો તે એક બાબત હશે.

(5:13 pm IST)