અહાનાને વધુ ગમે છે રાજનૈતિક વિષયો ધરાવતી ફિલ્મ
'લિપસ્ટિક અંડર માય બુર્કા' ફિલ્મમાં બોલ્ડ યુવતિનો રોલ નિભાવી જાણીતી બનેલી અહાના કુમરા એ પછી 'ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં કામ કરવાનું અહાનાને ખુબ પસંદ પડ્યું હતું. તે કહે છે હું વધુને વધુ રાજકારણ પર આધારીત ફિલ્મોનો ભાગ બનવા ઇચ્છુ છું. પ્રિયંકા ગાંધીનો રોલ નિભાવી ચુકી અહાના કુમરા કહે છે આવા રોલ ફરીથી ઓફર થશે તો હું ચોક્કસપણે કામ કરીશ. મને રાજનૈતિક વિષયો વધુ આકર્ષે છે. સશકત અને સારી અભિનેત્રીઓને આવા રોલ ઓફર થાય તો તેમાં કામ કરવું એ ખુબ સારી બાબત છે. બિલકુલ અલગ વ્યકિતના રૂપમાં દેખાવાની આવા રોલ થકી તક મળે છે. આ વર્ષના આરંભમાં આવેલી ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીના કાર્યકાળ પર આધારીત હતી.