ફિલ્મ જગત
News of Monday, 11th June 2018

અક્ષયની આ ફિલ્મો અટવાઈ

મુંબઈ:અભિનેતા અક્ષય કુમારની બે ફિલ્મો ધાર્યા કરતાં વધુ વિલંબમાં પડી ગઇ હોવાની જાણકારી મળી હતી. એ આજકાલ કરણ જોહરની કેસરી ફિલ્મ કરી રહ્યો છે. એની અન્ય બે ફિલ્મો મહત્ત્વની હતી. દેશ આઝાદ થયા પછીના વરસે ૧૯૪૮માં ઇંગ્લેંડમાં યોજાએલા ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતીય હૉકી ટીમે મેળવેલા સુવર્ણ ચંદ્રકની ફિલ્મ ગોલ્ડ ફરહાન અખ્તરના બેનર તળે બની રહી હતી. એનું ડાયરેક્શન રીમા કાગતી સંભાળે છે. આ ફિલ્મ ઉપરાંત  અક્ષય કુમારે સાઉથના ભગવાન રજનીકાંત સાથે ૨.૦ ફિલ્મ કરી છે. અન્યત્ર એ અંગેના સમાચાર પ્રગટ કર્યા છે કે સ્પેશિયલ ઇફેક્ટ્સના બહાને આ ફિલ્મ વીએફએક્સમાં અટવાઇ હોવાનું કારણ આગળ કરાયું છે એટલે એની રિલિઝ ડેટ પોસ્ટપોન કરવાની જાહેરાત એના સર્જક શંકર તરફથી કરવામાં આવી હતી. રીમા કાગતીની ગોલ્ડ પણ વિલંબમાં પડવાની માહિતી મળી હતી એટલે એની રિલિઝ ડેટ પણ અત્યારે તો પોસ્ટપોન કરાઇ છે. મૂળ આ ફિલ્મ અક્ષયની માનીતી ડેટ ૧૫ ઑગષ્ટે રજૂ કરવાની જાહેરાત ગોલ્ડના સર્જકો તરફથી કરવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મ સ્વાતંત્ર્ય દિને રજૂ થવાની શક્યતા નથી એમ એની સાથે સંકળાયેલા એક સૂત્રે કહ્યું હતું. સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે કામ કરવાની તક મળે એટલા ખાતર અક્ષય કુમારે પહેલીવાર નેગેટિવ રોલ પણ સ્વીકારી લીધો હતો.

 

(5:22 pm IST)