ફિલ્મ જગત
News of Monday, 11th June 2018

કાયનાત હવે કરી રહી છે પંજાબી ફિલ્મોમાં કામ

બોલીવૂડમાં અમુક અભિનેત્રી આવીને કયારે જતી રહે છે તે ખબર પડતી નથી. અમુક અભિનેત્રી પહેલી ફિલ્મથી જ જાણીતી બની જાય છે. આવી અભિનેત્રીમાં કાયનાત અરોડાનું નામ પણ સામેલ છે. સ્વ. દિવ્યા ભારતીની પિત્રાઇ બહેન કાયનાત દેખાવમાં અત્યંત સુંદર છે. ૩૧ વર્ષની આ અભિનેત્રીની ફિલ્મ સો કરોડની કલબમાં સામેલ થઇ હતી. એ ફિલ્મ હતી ગ્રાન્ડ મસ્તી. દ્વીઅર્થી ડાયલોગ્સ ધરાવતી આ ફિલ્મ દર્શકોને ખુબ ગમી હતી. કાયનાતે અક્ષય કુમારની ફિલ્મ ખટ્ટા મિઠામાં આઇટમ સોંગ આઇલા રે લડકી મસ્ત મસ્ત...માં પણ કામ કર્યુ હતું.  એ પછી કાયનાતે મલયાલમ, તેલુગુ અને પંજાબી ફિલ્મો કરી હતી. મલયાલમમાં લૈલા ઓ લૈલામાં લૈલાનો રોલ નિભાવ્યો હતો. હાલમાં બોલીવૂડમાં કામ ન હોઇ તે પંજાબી ફિલ્મોમાં કામ કરી રહી છે. તમિલ ફિલ્મ મથકથા પણ કરી હતી.

(9:13 am IST)