શ્રધ્ધા-રાજકુમારની ફિલ્મ 'સ્ત્રી'નું ડરામણું ટીઝર રિલીઝ
શ્રધ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ 'સ્ત્રી'નું ટીઝર સામે આવ્યું છે. આ ટીઝરમાં ડર દેખાડવાનો પ્રયાસ થયો છે. આ ફિલ્મ ૩૧મી ઓગષ્ટના આવી રહી છે. ટીઝર જોયા બાદ ફિલ્મનું સસ્પેન્સ વધુ ઘેરૂ બની ગયું છે અને હવે દર્શકો ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. નાનકડી કલીપમાં એક વેરાન ગામ દેખાડાયું છે. જ્યાં કોઇ માણસ જોવા મળતો નથી.
કેમેરો એક પછી એક શેરીઓને પસાર કરતો આગળ વધે છે. પછી એક દિવાલ પર 'ઓ સ્ત્રી કલ આના' એવું લખેલુ દેખાય છે. અંતમાં ફાંસીમાં લટકતી એક સ્ત્રી અને તેનો પડછાયો દેખાય છે. જે જોઇને રૂવાડા ઉભા થઇ જાય છે. અગાઉ અનુષ્કા શર્માની ફિલ્મ પરીનું પોસ્ટર પણ કંઇક આવુ જ હતું. રાજકુમારની ફિલ્મ 'ફાઇવ વેડીંગ'નું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. જેમાં તે નરગીસ ફખરી સાથે છે.