ફિલ્મ જગત
News of Tuesday, 11th May 2021

ધીરજ એ જ સફળતાની ચાવીઃ કરણ ખંડેલવાલ

ટીવી શો રંજુ કી બેટીયામાં લક્કી મિશ્રાનો રોલ નિભાવી જાણીતો બનેલો અભિનેતા કરણ ખંડેલવાલ પોતાના કામ પ્રત્યે દ્રઢ છે. તેણે કહ્યું હતું કે કોઇપણ ફિલ્ડમાં કામ કરવું સરળ હોય છે પણ ત્યાં પોતાની જાતને ટકાવી રાખવાનું મુશ્કેલ હોય છે. કામ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ પહેલેથી જ ધીરજ ભરેલો છે. હું લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરુ છું. હું મને મારી સફરમાં મળનારી દરેક ભુમિકા નિભાવીશ અને મારા નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચીશ. મેં મારા પિતા પાસેથી શીખ્યું છે કે સફળતા મેળવવા માટે ધીરજ ખુબ જરૂરી છે. તેઓ હમેંશા કહે છે કે કામ પર ધ્યાન કેન્દ્રીત કરવું અને ધીરજ રાખવી. લક્ષ્ય સુધી પહોંચવામાં બે મહિના પણ લાગે અને પાંચ વર્ષ પણ લાગી શકે છે. તેઓ મને મારા પાછલા ખુબસુરત કામ સતત યાદ કરાવતા રહે છે. પહેલા મારી ભુમિકાઓ ખુબ નાની હતી. પરંતુ હવે મને સમાંતર મુખ્ય રોલ મળવા માંડ્યા છે. હું બીજા લોકોને પણ સલાહ આપીશ કે કામ કરતાં રહો અને ધીરજ રાખો. રંજુ કી બેટીયા દંગલ ચેનલ પર પ્રસારીત થાય છે.

(11:09 am IST)