ફિલ્મ જગત
News of Tuesday, 11th May 2021

સંજયની વધુ એક સિરીઝ રિલીઝ થશે

ડિજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ ખુબ મોટી સંખ્યામાં નિહાળવામાં આવી રહ્યા છે. આ પ્લેટફોર્મને હાલના દિવસોમાં ખુબ ચાહના મળી છે. સંજય કપૂરની સુપરનેચરલ ક્રાઇમ સિરીઝ ધ લાસ્ટ અવર ખુબ ચર્ચામાં છે. આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર શુક્રવારે ૧૪મીએ રિલીઝ થઇ રહી છે. અમેઝોન પ્રાઇમ વિડીયોએ ટ્વિટર હેન્ડલ પર આ સિરીઝની જાણકારી આપી હતી. તેમાં લખ્યું હતું કે સાવધાન થઇ જાવ. જંગલમાં એક કહાની છે, જેને બતાવવામાં આવશે. સિરીઝનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. સંજય કપૂર એકદમ અલગ જ અવતારમાં દેખાઇ રહ્યો છે. અભિનેત્રી શહાના ગોસ્વમી આ સિરીઝથી ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી રહી છે. લેખન અને નિર્માણ અમિત કુમાર તથા અનુપમા મિંજએ કર્યુ છે. હિમાલયના એક નાનકડા કસ્બાની કહાની સિરીઝમાં છે. સંજય, શહાના સાથે કર્મા તાકપા, રાઇમા સેન, શાયલી ક્રિશેન, રોબિન તમાંગ, મંદાકીની ગોસ્વામી મુખ્ય ભુમિકામાં છે.  સંજય ૨૦૧૮થી ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરી રહ્યો છે.

(11:08 am IST)