ફિલ્મ જગત
News of Tuesday, 11th May 2021

લેખક-દિગ્દર્શક તરીકે કામ કરવાની રાધિકાને મોજ પડી

ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે અભિનય કરવાની સાથે ફિલ્મ નિર્દેશન, નિર્માણ અને કયારેક લેખનનું કામ પણ કરી લે છે. આમાંથી ઘણા સફળ પણ થાય છે. અભિનેત્રી રાધિકા આપ્ટેને પણ હવે લેખન અને નિર્દેશનનો શોખ જાગ્યો છે. તેણે ગયા વર્ષે જ શોર્ટ ફિલ્મ સ્લીપવોકર્સ લખી હતી અને દિગ્દર્શન કર્યુ હતું. ફિલ્મમાં ગુલશન દેવૈયા અને શહાના ગોસ્વામીની ભુમિકા હતી. અભિનેત્રી સીધીજ લેખક-નિર્દેશક બની ગઇ તે માટેનો વિચાર કયાંથી આવ્યો? તે અંગે રાધિકા કહે છે કે મેં કદી આવો વિચાર કર્યો જ નહોતો કે હું ફિલ્મ બનાવીશ. પણ લખવાનો શોખ મને હતો. મારે એવું લખવું હતું કે મને પોતાને તેમાં રસ પડે. મેં હની ત્રેહાન અને અભિષેક ચોૈબેની કહાની જોઇ ત્યારે જ મેં લેખન કરવાનો નિર્ણય કર્યો હતો. તૈયારી બાદ શુટીંગ માટે દસ દિવસનો સમય હતો. લેખન પુરૂ કર્યુ ત્યારે જ અહેસાસ થયો હતો કે મારે આ ફિલ્મમાં અભિનય નથી કરવો પણ નિર્દેશન કરવું છે. મેં એમ કર્યુ અને મને મોજ પડી ગઇ. નિર્દેશક તરીકે મારા ખભે મોટી જવાબદારી હતી.  હવે તે વેબ સિરીઝ અને બીજી શોર્ટ ફિલ્મો લખશે અને નિર્દેશન કરશે તેવી તેની ઇચ્છા છે.

(11:08 am IST)