સોૈંદર્યા રાજકારણી મહિલા રોલી રાયના રોલમાં
એમએકસ પ્લેયર પર ગયા વર્ષે આવેલી સિરીઝ રકતાંચલને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. હવે તેના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રકતાંચલ-૨માં અભિનેત્રી સોૈંદર્યા શર્મા સરળ અને ગ્લેમર વગરના લૂકમાં જોવા મળવાની છે. આ રોલ માટેની પોતાની સ્ટાઇલ તેણે જાતે જ તૈયાર કરી છે. સોૈંદર્યા અગાઉ મોસ્ટ સટઇલીશ દિવાનો એવોર્ડ મેળવી ચુકી છે. રકતાંચલ એંસીના દસકના ઉત્તર પ્રદેશના પુર્વાંચલની સત્ય ઘટના પર આધારીત છે. ત્યાં એ વખતે માફિયારાજ ચાલતું હતું. આ શોમાં બે ગેંગસ્ટર વસીમ ખાન (નિકિતન ધીર) અને વિજયસિંહ (ક્રાંતિ પ્રકાશ ઝા)ની દુશ્મનીની વાત છે. રકતાંચલ-૨ની કહાની આગળ વધી ૧૯૯૦માં પહોંચશે. સોૈંદર્યા હવે રાજકારણી મહિલા રોલી રોયના પાત્રમાં જોવા મળશે. રોલી રોય એક સામાન્ય ઘરની છોકરી છે. જે રાજકારણમાં આપબળે જગ્યા મેળવે છે. સોૈંદર્યાએ રોલીનો પહેલો દેખાવ સોશિયલ મિડીયા પર રજૂ કર્યો છે. જેમાં તે એકદમ સરળ સાદી દેખાય છે. તેણે કહ્યું હતું કે નેવુંના દાયકાની રાજકારણી મહિલાના રોલ માટે આ દેખાવ મેં જાતે જ તૈયાર કર્યો છે.