ફિલ્મ જગત
News of Friday, 11th May 2018

બંગાળી અભિનેત્રી લલિત ચેટર્જીનું 81 વર્ષે નિધન

મુંબઈ: બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી લલિત ચેટર્જીના ચાહકો માટે દુઃખદ સમાચાર છે કે તે હવે આ દુનિયાને અલવિદા કહી ચુકી છે. મળતી માહિતી અણસાર લલિત ચેટર્જીને સેરેબ્રલ એટેક આવ્યું હતું અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.તેમની ઉંમર 81 વર્ષની હતી.લલિત ચેટર્જીએ 1964માં બાંગ્લા સિનેમા ફિલ્મ 'વિભાસ'થી ડેબ્યુ કર્યું હતું. હિન્દી સિનેમામાં તેમની યાદગાર ફિલ્મો 'રાત અંધેરી થી', આપ કી કસમ'. તલાશ', વિક્ટોરિયા નંબર 203' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. લલિત ચેટર્જી બાંગ્લા સિનેમાનું જાણીતું નામ હતું.

(4:37 pm IST)