'આર્ટિકલ-૧૫' મહત્વપૂર્ણ ફિલ્મઃ આયુષ્યમાન
અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ અનુભવ સિન્હાની ફિલ્મ 'આર્ટિકલ-૧૫'નું શુટીંગ પુરૂ કરી લીધું છે. આયુષ્યમાને ટ્વિટ કરીને કહ્યું હતું કે શુટીંગ પુરૂ થઇ ગયું છે, આ ફિલ્મ ભારતીય સિનેમાની સોૈથી વધુ પ્રાસંગીક અને મહત્વપૂર્ણ ફિલ્મ બની છે. મને આવું અનમોલ રત્ન આપવા બદલ હું અનુભવ સિન્હાનો આભારી છું. ચર્ચા છે કે આ ફિલ્મ ભારતીય સંવિધાનના અનુછેદ ૧૫ ધર્મ, નસ્લ, જાતિ, લિંગ અને જન્મ સ્થાનના ભેદભાવ પર રોક લગાવવાની બાબતમાં છે. ફિલ્મ મુલ્કના નિર્દેશક સિન્હાએ કહ્યું હતું કે તેની નવી ફિલ્મમાં ઇન્વેસ્ટિગેટ ડ્રામા છે. ફિલ્મમાં આયુષ્યમાન પહેલી વખત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આર્ટિકલ ૧૫ ફિલ્મ અનુભવ સિન્હા માટે પણ મહત્વની છે. ઇશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા, જીશાન અયુબની પણ મહત્વની ભુમિકા છે. ૨૦૧૨માં ફિલ્મ વિક્કી ડોનર થકી બોલીવૂડમાં આવેલા આયુષ્યમાને અલગ જ ઓળખ ઉભી કરી છે.