ફિલ્મ જગત
News of Wednesday, 11th April 2018

હું તો માત્ર મનોરંજન માટે ફિલ્મો બનાવું છું: આર બાલ્કી

મુંબઇ:  ફિલ્મ સર્જક આર બાલ્કીએ કહ્યું હતું કે હું તો માત્ર મનોરંજન આપવા માટે ફિલ્મો બનાવું છું. સામાજિક સંદેશ આપવાનો મારો હેતુ હોતો નથી. હા, કોઇ મુદ્દા અંગે જાહેર ચર્ચા કરવા જેવું લાગે તો એ મુદ્દા પર ફિલ્મ બનાવું ખરો. મેસેચ્યુએટ્સ ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલોજીની વાર્ષિક ઇન્ડિયા કોન્ફરન્સને સંબોધતાં બાલ્કીએ કહ્યું કે પેડમેન બનાવી એનું કારણ એમાં રહેલો સામાજિક જાગૃતિનો મુદ્દો હતું. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને માસિક રજસ્રાવ દરમિયાન ચેપી રોગો ન થાય એ માટે સસ્તાં અને ટકાઉ સેનિટરી નેપકીન્સ બનાવનારા અરુણાચલમ મુરુગનાથનની બાયો-ફિલ્મ જેવી પેડમેનમાં અક્ષય કુમાર અને સોનમ કપૂર ચમક્યાં હતાં. આર બાલ્કીએ એનું ડાયરેક્શન સંભાળ્યું હતું. એમણે કહ્યું કે સામાન્ય રીતે હું બાયો-ફિલ્મના ડાયરેક્શનની ફિલ્મો કરતો નથી પરંતુ આ ફિલ્મમાં જાહેર આરોગ્યનો મુદ્દો હતો જે ચર્ચા યોગ્ય હતો. જો કે બાલ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ ંહતું કે હું સામાજિક હેતુલક્ષી ફિલ્મો બનાવતો નથી. મારેા હેતુ માત્ર મનોરંજન પીરસવાનો હોય છે અને હું માત્ર મનોરંજનલક્ષી ફિલ્મો બનાવું છું. તેમણે કહ્યું કે મેં ચીની કમ બનાવી ત્યારે લોકોેએ મને કહ્યું કે યુવાનો માટે ફિલ્મ બનાવવાને બદલે તમે ૬૪ વર્ષના વડીલ અને ૩૨ વર્ષની યુવતીની પ્રેમકથા બનાવી રહ્યા છો ત્યારે મેં કહ્યું, ના.હું અમિતાભ બચ્ચનની ફિલ્મ બનાવી રહ્યો છે. પરંતુ લોકો માન્યા નહોતા.

 

 

(4:43 pm IST)