ફિલ્મ જગત
News of Monday, 11th March 2019

રણવીરસિંહના હાથમાં આવી વધુ એક મોટી ફિલ્મ

રણવીરસિંહની અગાઉની ફિલ્મો પદ્માવત અને સિમ્બા પણ સુપરહિટ બ્લોકબસ્ટર હતી. આ વર્ષમાં આવેલી ગલ્લીબોય પણ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. તેની પાસે હાલમાં ૮૩ અને તખ્ત જેવી મોટી ફિલ્મો છે. ત્યાં તેને રાજકુમાર સંતોષીની વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મનું શુટીંગ ઝડપથી શરૂ થશે. રાજકુમાર સાથે ફિલ્મ કરવાની રણવીરસિંહે અગાઉથી જ હા કહી દીધી હતી. સંતોષી અંદાજ અપના અપનાની સિકવલ બનાવવાના છે. ત્યારે રણવીર આ ફિલ્મનો હિસ્સો છે કે બીજો પ્રોજેકટ મળ્યો છે તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. આ ફિલ્મમાં બે હિરોઇન હશે. એકાદ ટીવી હિરોઇનને ફિલ્મમાં લેવાની રાજકુમાર સંતોષીની ઇચ્છા છે. આ માટે કાસ્ટીંગ ડાયરેકટરની મદદ લેવામાં આવી રહી છે. સંતોષીએ બોલીવૂડમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. દર્શકોને રણવીર સાથેની ફિલ્મ પણ જબરદસ્ત મનોજરંન આપશે તેવી આશા છે. 

(10:09 am IST)