ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

બર્લિન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થશે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'

મુંબઇ :  ફિલ્મ સર્જક ઝોયા અખ્તરની ગલી બૉય ફિલ્મે બર્લિન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં તહલકો મચાવી દીધો હોવાની માહિતી મળી હતી. એશિયાની સૌથી મોટી મુંબઇની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહીને ટોચના રેપ સિંગર બનેલા યુવાન નાઝી અને ડિવાઇનની કથા રજૂ કરતી આ ફિલ્મમાં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ ચમકી રહ્યાં છે અને ઝોયાએ ધારાવી ઝૂંપડપટ્ટીમાંજ આ ફિલ્મનું શૂટિંગ કરીને વાસ્તવિકતા સર્જી હતી.આ એક ગાયકની કથા હોવાથી મ્યુઝિકલ ફિલ્મ બની છે અને એનો પ્રીમિયર બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાયો હતો.ઝોયા રણવીર અને આલિયા સાથે બર્લિન પહોંચી હતી અને ફિલ્મનો પ્રીમિયર શો યોજાઇ ગયા બાદ આ લોકોએ સોશ્યલ મિડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.પોતાની ફિલ્મને મળેલા જોરદાર આવકાર બદલ ઝોયાએ સૌનો સોશ્યલ મિડિયા પર જાહેરમાં આભાર માન્યો હતો. ઝોયાએ એવો દાવો કર્યો હતો કે મારી ફિલ્મ નાઝી અને ડિવાઇનની બાયો-ફિલ્મ નથી. એમની સંઘર્ષકથા પરથી પ્રેરણા લઇને અમે કાલ્પનિક સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવી છે. જો કે એે લોકોએ અમને ઘણી સહાય કરી હતી અને પોતાના સંઘર્ષના દિવસોના અનુભવ વર્ણવ્યા હતા.

(5:37 pm IST)