ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

એકશન કોમેડી ફિલ્મનું નિર્દેશન કરશે ફરાહ ખાન

બોલીવૂડના સફળ નિર્દેશકોમાંથી એક એવા રોહિત શેટ્ટીની ફિલ્મો બોકસ ઓફિસ પર સતત ધમાલ મચાવતી રહે છે. તેની આઠ ફિલ્મો એવી છે જે બોકસ ઓફિસ પર સો કરોડ કલબમાં સામેલ થઇ છે. હવે રોહિત એક એકશન કોમેડી ફિલ્મ લાવી રહ્યા છે. જેનું નિર્દેશન ફરાહ ખાનને સોંપ્યું છે. આવું પહેલી વખત થઇ રહ્યું છે જેમાં રોહિત શેટ્ટી પ્રોડકશનની ફિલ્મનું નિર્દેશન બીજા કોઇને સોંપાયું હોય. ફરાહ ખાનને એકશન કોમેડીના નિર્દેશન માટે સાઇન કરી લેવામાં આવી છે.  ફરાહ આ કારણે ખુબ ઉત્સાહમાં છે. તેણે કહ્યું હતું કે આ ફિલ્મ ભરપુર મનોરંજક બની રહેશ. ફરાહે બોલીવૂડમાં કોરીયોગ્રાફીથી શરૂઆત કરી હતી. એ પછી નિર્દેશનમાં ઝંપલાવ્યું હતું. તેણે મૈ હું ના, ઓમ શાંતિ ઓમ અને હેપ્પી ન્યુ યર જેવી ફિલ્મો આપી છે. ફરાહને અભિનય પણ ગમે છે. રોહિત સિમ્બાની સફળતા પછી સૂર્યવંશીના કામમાં વ્યસ્ત છે.

(9:33 am IST)