ફિલ્મ જગત
News of Monday, 11th January 2021

નવી શરૂઆતમાં શુભેચ્છાની જરૂર છે શોભિતાને

અીભનેત્રી શોભીતા ધુલીપાલા રમન રાઘવ ૨.૦ ફિલ્મથી બોલીવૂડમાં અભિનય કરી રહી છે. શેફ, કાલાકાંડી, ધ બોય, ઘોસ્ટ સ્ટોરીઝ સહિતની હિન્દી અને તેલુગુ તેમજ મલયાલમ અને તમિલ ફિલ્મ પણ કરી ચુકેલી શોભીતા આ વર્ષમાં હિન્દી અને સાઉથની ત્રણ ફિલ્મો કરી રહી છે. તાજેતરમાં જ તેણે એક પ્રોજેકટના શુટીંગની શરૂઆત કરી છે. જો કે કઇ ફિલ્મનું કામ શરૂ કર્યુ છે તે તેણે જણાવ્યું નથી. તેણે એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તે સ્ક્રિપ્ટ વાંચતી હોય તેવું દ્રશ્ય હતું. ફોટામાં બીચ પણ દેખાતો હતો. શોભીતાએ તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે આ નવી શરૂઆત છે, મારે તમારી શુભેચ્છાઓની જરૂર છે. આ વર્ષનું આ પહેલુ શુટીંગ છે. શોભીતા મુળ આંધ્રપ્રદેશના તેનાલીમાં જન્મી છે. ૨૦૧૩માં ફેમિના મિસ ઇન્ડિયા અને  મિસ અર્થ ઇન્ડિયા તરીકે પણ જાણીતી બની હતી. ગયા વર્ષે તે બે વેબ સિરીઝ મેઇડ ઇન હેવન અને બાર્ડ ઓફ બ્લડમાં પણ અભિનય ક્ષમતા દેખાડી ચુકી છે.

(10:07 am IST)