ફિલ્મ જગત
News of Monday, 11th January 2021

નવા પાત્ર માટે તાલિમ લઇ રહ્યો છે અર્જુન

અભિનેતા અર્જુન રામપાલ તાજેતરમાં ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'નેઇલ પોલીશ' વકિલના રોલમાં જોવા મળ્યો છે. તેનો આ રોલ વખાણાયો છે. હવે તે કંગનાની ફિલ્મ ધાકડમાં એન્ટર થયો છે. થલાઇવીનું શુટીંગ પુરૂ કરી ચુકેલી કંગના સ્પાઇ એકશન ફિલ્મ ધાકડના કામમાં વ્યસ્ત થઇ છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલને પણ ખાસ રોલ મળ્યો છે. અર્જુને પોતાને આ ફિલ્મમાં રોલ મળ્યો તેના વિશે કહ્યું હતું કે સ્ક્રિપ્ટ જબરદસ્ત છે, મને પસંદ આવતાં જ મેં કામ કરવા હા કહી દીધી હતી. હું આ શાનદાર સ્ક્રિપ્ટ પર કામ કરવા અત્યંત ઉત્સાહિત છું. હાલમાં હું મારા પાત્ર માટે તાલિમ લઇ રહ્યો છું. કારણ કે તમે જે પાત્ર ભજવતા હો તેને અનુરૂપ કામ કરો તે જરૂરી હોય છે. કંગનાએ એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં અમારી ધાકડ ટીમ...એવું લખ્યું હતું. આ તસ્વીરમાં અર્જુન રામપાલ પણ ટીમ સાથે છે. ફિલ્મનું નિર્દેશન રજનીશ રજી ધઇ કરી રહ્યા છે. જેઓ વિજ્ઞાપન ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

(10:07 am IST)