ફિલ્મ જગત
News of Monday, 11th January 2021

મેડમ પછી હવે ભાભી બનશે નેહા પેન્ડસે

લોકપ્રિય કોમેડી શો પૈકીનો એક ભાભીજી ઘર પર હૈ ઘરઘરમાં ખુબ જોવાય છે. આ શો અભિનેત્રી સોૈમ્યા ટંડને છોડી દીધો છે. તેણે અનિતા ભાભીના પાત્રમાં ખુબ મોટી ચાહના મેળવી છે. પાંચ વર્ષથી તે આ પાત્ર ભજવી રહી હતી. પરંતુ હવે તે આ શો છોડી એકટર તરીકે આગળ વધવા મક્કમ બની છે. અહિ સુધીની સફર માટે તેણે શોના નિર્માતાનો આભાર પણ માન્યો હતો. સોૈમ્યાની ખાલી પડેલી જગ્યા માટે હવે નેહા પેન્ડસેને લેવામાં આવશે તેવી વાત વહેતી થઇ હતી. પરંતુ જે તે વખતે નેહાએ આ રોલ માટે ના કહી દીધી હતી. પરંતુ હવે ફરીથી એ ફાઇનલ થયું છે કે નેહા જ અનિતાભાભી બનશે. બિગ બોસ-૧૨માં નેહાએ મોટો ચાહકવર્ગ ઉભો કર્યો હતો. ફાઇનલ સુધી જો કે તે પહોંચી શકી નહોતી. પરંતુ તેણે સારું પ્રદર્શન કર્યુ હતું. નેહા અગાઉ મે આઇ કમઇન મેડમથી ખુબ જાણીતી બની હતી. હવે તે ભાભીજી બનવા તૈયાર છે. ભાભીજી...માં શુભાંગી અત્રે, આસિફ શેખ, રોહિતાશ ગોૈડ મુખ્ય ભુમિકામાં છે.

(10:06 am IST)