ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

કિચ્ચા સુદીપ સાથે બેંગલુરુમાં દબંગ-3નું પ્રમોશન કરશે સલમાન ખાન

મુંબઈ:   બોલિવૂડ એક્ટર સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ દબંગ 3 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા કીચા સુદીપ વિલનની ભૂમિકામાં જોવા મળશે.'દબંગ 3' કન્નડમાં ડબ કરવામાં આવી રહી છે અને કીચા સુદીપે તેના માટે વોઇસઓવર કર્યું છે. ફિલ્મ હિન્દીની સાથે તેલુગુ અને તમિળમાં પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ દક્ષિણના 100 થી વધુ થિયેટરોમાં રિલીઝ થશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે કીચા સુદીપ સાથે બેંગ્લોર જશે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા અને નિર્માતા અરબાઝ ખાન પણ ફિલ્મના પ્રમોશન શિડ્યુલમાં ભાગ લઈ શકે છે.

(5:29 pm IST)