ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

નિમકી વિધાયક... ભુમિકા ગુરંગની બોલ્ડ અદા

ટીવી પરદી સાડીઓમાં અને પારંપરિક વસ્ત્રોમાં જોવા મળતી સીધી સાદી વહૂઓ અસલી જિંદગીમાં અત્યંત બોલ્ડ હોય છે. અભિનેત્રી ભુમિકા ગુરંગ ટીવી શો નિમકી મુખિયા થકી દરેક ઘરમાં જાણીતી બની છે. હવે આ શો નવા નામ 'નિમકી વિધાયક'થી દર્શાવાઇ રહ્યો છે. ટીવી પરદે નિમકીનો દેખાવ ખુબ જ સીધો સાદો છે. પરંતુ અસલી જિંદગીમાં નિમકી એટલે કે ભુમિકા ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. તેની અનેક બોલ્ડ અને હોટ તસ્વીરો અવાર-નવાર સોશિયલ મિડીયા પર વાયરલ થતી રહે છે. તાજેતરમાં ભુમિકાએ મિત્રો સાથે વેકેશનની મજા માણી હતી. તે વખતની તેની તસ્વીરો તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ થઇ છે. તે આ તસ્વીરોમાં લાલ બિકીની સાથે ખુબ જ બોલ્ડ દખેાઇ રહી છે. મેકઅપ વગરનો તેનો ચેહેરો અત્યંત ખુબસુરત લાગી રહ્યો છે. ભુમિકાએ કેમેરા સામે કાતિલ અદામાં પોઝ આપ્યા છે. ભુમિકા કોરિયોગ્રાફર અમિતસિંહ ગોસાઇ સાથે રિલેશનમાં છે. તેના અફેરને ચાર વર્ષ થઇ ગયા છે. જો કે થોડા દિવસ પહેલા આ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયાની વાતો આવી હતી. નિમકી મુખિયા પછી નિમકી વિધાયકમાં પણ ભુમિકાને ચાહકોએ પસંદ કરી છે.

(10:26 am IST)