ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

અસલી મહિલા પોલીસ ઓફિસર પર આધારીત છે રાનીની ફિલ્મ 'મર્દાની-૨'

રાની મુખર્જી મર્દાની પછી ફરીથી મર્દાની-૨માં પોલીસ ઓફિસર બનીને આવી રહી છે. રાની મર્દાની ફિલ્મને મહિલાઓ વિરૂધ્ધ થતાં અપરાધો સામે પોતાનો ગુસ્સો વ્યકત કરવાનું માધ્યમ સમજે છે. તે કહે છે મને ખુશી છે કે આ ફિલ્મો થકી બહાદુર મહિલા પોલીસ ઓફિસરોની અસલી છબી સામે આવશે. મર્દાની-૨માં રાની મહિલા પોલીસ અધિકારી શિવાની શિવાજી રોયના રોલમાં છે. રાની કહે છે આ ફિલ્મ સંપુર્ણ પણે સત્ય ઘટના પર આધારીત નથી, છતાં અમે એવી અનેક સત્ય ઘટનાઓનું ચિત્રણ કર્યુ છે. પરદા પર હમેંશા સાહસી પુરૂષ પોલીસ ઓફિસર જોવા મળે છે. મર્દાનીમાં અમે અસલી મહિલા પોલીસ પર આધારીત કહાની રજૂ કરીશું. મર્દાની-૨ની કહાની એક સીરિયલ બળાત્કારી વિશે છે. આ કહાની સોૈની જાગૃત કરે છે, કારણ કે ખતરાનું નામ અને ઓળખ નથી હોતી. ગુનેગાર માસૂમ દેખાઇ શકે છે, તેની ઉમર અઢાર વર્ષથી ઓછી હોઇ શકે છે, પણ છતાં તે અપરાધી છે.  આ શુક્રવારે ફિલ્મ રિલીઝ થશે.

 

(10:25 am IST)