ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

રકુલ પાસે ત્રણ મોટી ફિલ્મો

અજય દેવગન અને રકુલ પ્રિતસિંહની જોડી દે દે પ્યાર દે ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર સો કરોડથી વધુનો વકરો કર્યો હતો. એ પછી રકુલ મરજાવાંમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે દેખાઇ હતી. ફરીથી અજય અને સિધ્ધાર્થ સાને રકુલ જોવા મળશે. ઇન્દ્ર કુમારની ફિલ્મ માટે આ ત્રણેય કલાકારોને લેવામાં આવ્યા છે.આ ફિલ્મનું નિર્દેશન પણ ઇન્દ્રકુમાર પોતે કરશે. તેમણે રકુલ પ્રિત સિંહનું મુખ્ય અભિનેત્રી તરીકે નામ ફાઇનલ કરી લીધું છે. આ એક કોમડી ફિલ્મ હશે. ફિલ્મમાં અજય, સિધ્ધાર્થ, રકુલ  ઉપરાંત અન્ય બે કલાકાર પણ હશે. આ ફિલ્મ સામાજીક પ્રાસંગીકતાની સાથો સાથ કોમેડી રજૂ કરશે. રકુલ પ્રિત સિંહ સિધ્ધાર્થની લવરના રોલમાં હશે. ફિલ્મનું શુટીંગ આ વર્ષના પ્રારંભે જ શરૂ થઇ જશે. રકુલ આવતા વર્ષે બે ફિલ્મોમાં જોવા મળવાની છે. જેમાં એક અર્જૂન કપૂર સાથેની લવસ્ટોરી છે. તો બીજી જોન અબ્રાહમ સાથેની અટેક છે. અજય તાનાજી-ધ અનસંગ વોરિયરમાં જોવા મળશે. આ ઉપરાંત તે ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા અને મૈદાનના શુટીંગમાં પણ રોકાયેલો છે.

(10:23 am IST)