રજાની મજા માણી આવી રશ્મિ
ટીવી પરદે ઉતરન શોથી ખુબ જાણીતી બનેલી રશ્મિ દેસાઇ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તાજતેરમાં તેણેવેકેશનની મજા માણી હતી. તે માલદિવ્સ પહોંચી હતી અને ત્યાં ખુબ મજા માણી હતી. પોતાની હોટ બોલ્ડ તસ્વીરો પણ પોસ્ટ કરીને ચાહકોમાં ચર્ચા જગાવી હતી. રાતના સમયે બીચના કિનારે ઝાડ પાસે ઉભા રહી લાઇટના પ્રકાશમાં તેણે પોઝ આપ્યા હતાં. જે અત્યંત હોટ હતાં. ઉતરનમાં તપસ્યા-તપ્પુનો રોલ નિભાવી જાણીતી બનેલી રશ્મિએ સિધ્ધાર્થ શુકલા સાથે દિલ સે દિલ તકમાં પણ કામ કર્યુ હતું. બિગ બોસ-૧૩માં પણ તેણે ભાગ લીધો હતો. રશ્મિ શો જીતી નહોતી શકી પણ છેક સુધી તે ટકી રહી હતી. સિધ્ધાર્થ સાથેના તેના ઝઘડા પણ ત્યારે ચર્ચામાં રહયા હતાં. છેલ્લે રશ્મિ વેબ સિરીઝ તંદૂરમાં જોવા મળી હતી. જેમાં તેનું કામ લોકોએ ખુબ વખાણ્યું હતું. રશ્મિ ૨૦૦૨થી ફિલ્મો અને ટીવી પરદે અભિનય કરી રહી છે. ૨૦૦૬માં પહેલા ટીવી શો રાવણમાં કામ કર્યુ હતું.