સુપર સ્ટાર જીતેન્દ્ર ઇન્ડિયન આઈડોલના સ્પર્ધકોને ટીપ્ઝ આપી
પટના,તા.૧૦ : -બોલિવુડ તે સુપરસ્ટાર અને મહાન કલાકારોથી ભરેલુ છે કે જેઓ સતતપણે લાખો લોકોનેપ્રેરણા આપે છે. આવો એક સુપરસ્ટાર જીતેન્દ્ર છે કે જેણે હાલમાં ભારતના મોટામાં મોટા ગાયકિના શો -ઇન્ડીયન આઈડોલ ૧૦ ના મંચ ઉપર દેખા દિધી હતી! હંમેશા સ્મિત કરતોજીતેન્દ્ર સેટઝ ઉપર દરેક જણ અને સ્પર્ધકો તેમજ નિર્ણાયકો સહિત બધા સાથે મળી ગયો હતો કે જેથી આ મહાન કલાકાર સાથે વધુ ખુશ બનીને વાતચીત કરી શકે. આખો જ સેટ ઉતેજનાથી ભરાઈ ગયો હતો કારણકે આ જાણીતા કલાકારે મંચ ઉપર પગ મુકયો હતો! નિર્ણાયકો અને સ્પર્ધકો તેને માની શકયા ન હોતા કારનકે જીતેન્દ્રએ દરેક જણ સાથે હૂંફ સાથે વાત કરી હતી અને તેઓની ગાવાની ક્ષમતા માટે વખાણ કર્યા હતા. આ જૂના કલાકારે ખીલી રહેલા ગાયકોને મનોરંજન ઉદ્યોગમાં સફળ કારકિર્દી માટે અગત્યના પાઠ પણ શીખવ્યા હતા.
આ નોંધપાત્ર પર્ફોમન્સના સાક્ષીઓ બન્યા બાદ ઇન્ડિયન આઈડોલના ટોચના ૮ સ્પર્ધકો, અને મેગા સ્ટાર પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે તે બધાની સાથે ડહાપણના કેટલાક મોતી જણાવ્યા હતા. તેમને તેમને સલાહ આપી હતી કે તેમના કૌશલ્ય સાથે સતત રહો અને તેને સતત મહાવરા સાથે વધુ તિક્ષ્ણ કરો અને જીવનના દરેક તબક્કે હકારાત્મક રહો. જીતેન્દ્ર ઇન્ડિયન આઈડોલ ૧૦ ના સેટસ ઉપરથી કહ્યુ, આ દુનિયામાં એવી કોઈક વ્યક્તિ બનવુ કે જે જાણીતી હોય તેને માટે ગંભીરતા, સખત મહેનત અને નસીબ જરૂરી છે. નસીબ અને ભાગ્ય એ આપણા હાથમાં નથી, તેમ છતાં, ગંભીરતા, સમર્પિત અને સખત મહેનત તે આપણા નિયંત્રણમાં નથી અને આપણે તે ભૂલ્યા વગર કરવું જોઇએ. અને, તમે જેમ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા રહો છો, ત્યારે નસીબ તમને સફળ તકો સાથે ટેકો આપે છે.શ્ર્ૂેં; આ શનિવારે જાણીતા કલાકાર જીતેન્દ્રને સ્પર્ધકો સાથે મંચ ઉપર ઝૂમતો નિહાળવા માટે સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઉપર રાત્રે ૮ કલાકે ઇન્ડિયન આઈડોલને ટયુન કરો !