ફિલ્મ જગત
News of Thursday, 10th October 2019

પીઢ અભિનેતા ધર્મેન્દ્ર બીમાર: ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી

મુંબઈ:ધર્મેન્દ્ર એટલે એવો એક્ટર કે જેણે 50 વર્ષોમાં 200થી પણ વધુ ફિલ્મો કરી હોય. પરંતુ આ દિવસોમાં તેની તબિયત ખરાબ છે. તેને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યો હતો. જો કે હવે તો ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્રને ડેગ્યું થઈ ગયો હતો. હવે ધીમે ધીમે તેની તબિયતમાં સુધારો આવ્યો છે.એક રિપોર્ટ પ્રમાણે ધર્મેન્દ્રને ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે તેની તબિયતમાં થોડો સુધારો દેખાયો તો તેને સોમવારે રજા આપી દીધી છે. તે સની દેઓલ સાથે હતો. હવે એવી ખબરો પણ આવી રહી છે કે ધર્મેન્દ્રને છુટ્ટી મળ્યા બાદ તે તરત જ લોનાવાલામાં આવેલા પોતાના ફાર્મહાઉસમાં જશે. તેને ત્યા સમય વિતાવવો વધુ ગમે છે. પરંતુ અમુક સોર્સ એવું કહે છે કે તે હાલમાં ઘરે આરામ ફરમાવશે પછી સારૂ થશે ત્યારે ફાર્મહાઉસ જશે.

(5:12 pm IST)