ફિલ્મ જગત
News of Thursday, 10th October 2019

હવે પંજાબી ફિલ્મ પર ઝરીનને આશા

બોલીવૂડમાં સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી ઝરીન ખાનને જોઇએ તેવી સફળતા મળી નથી. બોલીવૂડમાં હેટસ્ટોરી સિરીઝની ફિલ્મમાં અત્યંત બોલ્ડ દ્રશ્યો આપવા છતાં ઝરીનને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો નથી. હવે તે પંજાબી ફિલ્મ કરી રહી છે. તેની આ પંજાબી ફિલ્મનું નામ 'ડાકા' છે. જેમાં તે જાણીતા પંજાબી સ્ટાર ગિપ્પી ગ્રેવાલ સાથે મુખ્ય રોલ નિભાવી રહી છે. પંજાબના જાણીતા રૈપર ગુરૂ રંધાવાએ ઝરીનની આ ફિલ્મના રોલના વખાણ કર્યા છે. ઝરીન લાંબા સમયથી હિન્દી ફિલ્મોથી દૂર છે. તે બિગ બોસમાં આવવાની છે તેવી વાતો પણ અગાઉ વહેતી થઇ હતી. પણ હવે તે હિન્દી ફિલ્મોથી દૂર થઇ પંજાબી ફિલ્મોમાં વ્યસ્ત થઇ છે. તેને આ ફિલ્મ પર ખુબ આશા છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. જેને રિલીઝ સાથે જ બે લાખથી વધુ વ્યુઝ મળી ગયા હતાં. ગુરૂ રંધાવાએ પણ ટ્રેલર પોતાના સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી વખાણ કર્યા છે. ફિલ્મનું નિર્દેશન બલજીતસિંહ કરી રહ્યા છે. પહેલી ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.

(10:01 am IST)