ફિલ્મ જગત
News of Wednesday, 10th October 2018

ફિલ્મોની લાઇન લાગી છે કાર્તિક આર્યન પાસે

અભિનેતા કાર્તિક આર્યનની નામના વધી ગઇ છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મ થકી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર આ અભિનેતાને વધુ એક મોટા નિર્દેશકની ફિલ્મ મળી છે. કાર્તિક પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ છે. વધી રહેલી લોકપ્રિયતા અને સ્ટારડમને કારણે તેને મોટા પ્રોજેકટ મળી રહ્યા છે. ઇમ્તિયાઝ અલીએ પણ એક ફિલ્મ માટે કાર્તિકને સાઇન કર્યો છે. ઇમ્તિયાઝ ઘણા દિવસથી એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો. આ ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. ઇમ્તિયાઝની આ ફિલ્મ પહેલા પણ કાર્તિક બે ફિલ્મ સાઇન કરી ચુકયો છે. જેમાં એ કફિલ્મ લુકાછિપીનું ગ્વાલિયરમાં શુટીંગ પણ થઇ ગયું છે. જ્યારે બીજી કન્નડ ફિલ્મ કિરિક પાર્ટીની હિન્દી રિમેક છે. જેમાં તેની સાથે જૈકલીન ફર્નાન્ડીસ છે.

(9:21 am IST)