એરિકાના વખાણ અને ટીકા
ટીવી પરદે સંસ્કારી વહુ બનતી અભિનેત્રીઓ અસલી જિંદગીમાં ખુબ જ હોટ અને ગ્લેમરસ હોય છે. કસોટી જિંદગી કી-૨માં પ્રેરણાનો રોલ નિભાવી રહેલી એરિકા ફર્નાન્ડીઝના કરોડા ચાહકો છે. સોશિયલ મિડીયા પર તે સતત હોટ અને બોલ્ડ તસ્વીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે ગુલાબી રંગની બિકીનીમાં ઝાડ નીચે શાવર લેતી હોય તેવી તસ્વીર પોસ્ટ કરતાં ખુબ વાયરલ થઇ હતી. તેણે કેપ્શન લખ્યું હતું કે નેગેટીવીટીને વહાવી દઇએ અને એક સુંદર દિવસને સામે લાવીએ. ટીવીની સંસ્કારી વહૂના આ અંદાજના સોૈએ વખાણ કર્યા હતાં. જો કે કેટલાક યુઝર્સએ તેની મજાક ઉડાવી હતી. તસ્વીરમાં એરિકા ખુબ લાંબી દેખાઇ રહી છે. આ કારણે એક યુઝરે તેને જિરાફ જેવી લાગે છે...તેવું સંબોધન કર્યુ હતું. બીજાએ લખ્યું હતું કે શરીરમાં કંઇ છે કે નહિ, ભોજન કરો.