ફિલ્મ જગત
News of Wednesday, 10th August 2022

ક્રિતીને મળી વધુ એક ફિલ્‍મઃ રોમેન્‍ટીક કોમેડીમાં દેખાશે

ક્રિતી સેનન વધુ એક ફિલ્‍મ માટે પસંદ થઇ છે. આ વખતે તેની જોડી શાહિદ કપૂર સાથે બને તેમ છે. નિર્માતા દિનેશ વિજન રોબોટની સ્‍ટોરી લાવી રહ્યા છે. રોમાન્‍ટીક કોમેડી પ્રકારની આ ફિલ્‍મમાં એક વ્‍યક્‍તિ કઇ રીતે મશીનના પ્રેમમાં પડે છે તે દેખાડવામાં આવશે. દિનેશ વિજને અગાઉસ્ત્રી, રૂહી અને ભેડિયા જેવી ફિલ્‍મો બનાવી છે. આ વખતે નવા કન્‍સેપ્‍ટમાં નવી જ જોડીને લાવી રહ્યા છે. આ કન્‍સેપ્‍ટ અગાઉ હોલીવુડમાં અગાઉ પણ દેખાડવામાં આવ્‍યો છે. શાહિદ રોબોટિક્‍સ ગાય બનશે અને ક્રિતી રોબોટ બનશે. એવું પણ જાણવા મળ્‍યું છે કે લાઇફ ઓકે પર આવતી સિરિયલ ‘બહૂ હમારી રજનીકાન્‍ત'ની જેમ આ ફિલ્‍મમાં પણ નિર્માતા એની ઝલક દેખાડશે. ફિલ્‍મનું નિર્દેશન અહિમ જોષી કરશે. શાહિદ અને ક્રિતીને તેના ચાહકો અલગ જ ભુમિકામાં જોઇ શકશે. ફિલ્‍મનું નામ હજુ નક્કી કરવામાં આવ્‍યું નથી.

(11:03 am IST)