ફિલ્મ જગત
News of Friday, 10th August 2018

ફરીથી ફિલ્મમાં આવી રહી છે આયેશા ઝુલ્કા

બોલીવૂડમાં એક સમયે ખુબ નામના મેળવનાર અભિનેત્રી આયેશા ઝુલ્કા ફરીથી ફિલ્મી દુનિયામાં કદમ માંડી રહી છે. ગદ્દર ફિલ્મ ફેઇમ અનિલ શર્માની એક ફિલ્મમાં આયેશા જોવા મળશે. તાજેતરમાં તે એક શોર્ટ ફિલ્મના સ્ક્રિનીંગ માટે પહોંચી હતી. આયેશા અલગ જ લૂકમાં જોવા મળી હતી.  કાળા રંગના આઉટફીટમાં તે ખુબ જ સ્ટાઇલીશ જોવા મળી હતી. આ ઇવેન્ટમાં આયેશાએ અનેક તસ્વીરો ખેંચાવી હતી. સોશિયલ મિડીયા પર પણ આ તસ્વીરો પોસ્ટ કરી છે. આયેશાએ કારકિર્દી દરમિયાન અક્ષય કુમાર સાથે જોડી જમાવી હતી. બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા પણ વહેતી થઇ હતી. આ ઉપરાંત નાના પાટેકર સાથે પણ આયેશાનું નામ જોડાયું હતું.

(10:13 am IST)