ફિલ્મ જગત
News of Monday, 10th June 2019

હોરર-થ્રિલર ફિલ્મ ભૂતનું પોસ્ટર આવ્યું સામે: વિક્કીનો જોવા મળ્યો ખૂંખાર લુક

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલની આગામી હોરર અને થ્રિલર ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મનું નામ ભૂત છે આ ફિલ્મમાં વિકિની સાથે ભૂમિ પેડણેકર જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ભાનુ પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે શશાંક ખેતાન અને કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે. આ ફલ્મ 15 નવેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની જાહેરાત પણ ફિલ્મના પોસ્ટરમાં કરવામાં આવી છે. પોસ્ટરમાં વિક્કીનો ખૂખન્ર લુક જોવા મળી રહ્યો છે.

(5:10 pm IST)