ફિલ્મ જગત
News of Monday, 10th June 2019

સુફિયાના પ્યાર મેરા... ફેઇમ હેલીની તબિયત બગડતાં કરવો પડ્યો આરામ

ટીવી અભિનેત્રી હેલી શાહ હાલમાં કલર્સના નવા શો 'સુફિયાના પ્યાર મેરા'માં કામ કરીને ચર્ચા જગાવી રહી છે. તે આ શોમાં ડબલ રોલ નિભાવી રહી છે. તાજેતરમાં હેલીની તબિયત બગડતાં તેને શુટીંગ કરવામાં તકલીફ પડતાં નિર્માતા પરેશાનીમાં મુકાયા હતાં. મોલમાં શુટીંગ વખતે તેની હાલત ખરાબ થઇ હતી અને ડોકટરે આરામ કરવાનું કહ્યું હતું. પરંતુ હેલીએ શુટીંગ ચાલુ રાખ્યું હતું. તેના બે દિવસ પછી સેટ પર શુટીંગ વખતે તે બેભાન થઇ ગઇ હતી. હેલી શોમાં કાયનાત અને સલ્તનત એમ બે પિત્રાઇ બહેનોના રોલમાં છે. હેલીએ કહ્યું હતું કે વાયરલ ઇન્ફેકશનને કારણે તબિયત બગડી હતી. એપિસોડનો સ્ટોક ન હોઇ ડુપ્લીકેટના સહારે નિર્માતાઓએ કામ ચલાવ્યું હતું. જો કે નિર્માતા ખુબ સારા હતાં. તેણે મને કામમાંથી રજા આપી હતી.

(9:54 am IST)