ફિલ્મ જગત
News of Monday, 10th May 2021

લોકડાઉન-કોરોનાના કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અભિનેતા અતુલ વિરકરનો પરિવાર પણ મુશ્કેલીમાં : અખબાર અને અગરબત્તી વેચીને ગુજરાન ચલાવવુ પડે છેઃ પુત્ર માટે દુર્લભ દવાના રૂપિયા નથી

નવી દિલ્હીઃ ફેમસ ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટી ચશ્મા' અને ઘણી હિન્દી તથા મરાઠી ફિલ્મોમાં જોવા મળી ચુકેલા અભિનેતા અતુલ વીરકરના સિતારા આ દિવસોમાં નબળા પડી ગયા છે. સમય એવો બદલાયો કે આ કલાકાર આર્થિક તંગીને કારણે અખબાર અને અગરબત્તી વેચવા જેવા કામ કરી જીવનનું ભરણપોષણ કરી રહ્યા છે.

જાણો શું છે અછતનું કારણ

પાછલા વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રિઝના ઘણા સિતારા આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે. કોરોના વાયરસને કારણે લાગેલા લૉકડાઉનથી પરેશાનીમાં આવેલા પરિવારોમાંથી એક અતુલ વીરકરનો પરિવાર પણ છે. જ્યાં કામ ન મળવાને કારણે પૈસાની તંગી છે તો તેમના પુત્રને દુર્લભ બીમારી AHDS (Allan-Herndon-Dudley syndrome) પણ છે.

આ રીતે પસાર કરે છે જીવન

ઈટાઇમ્સ ટીવીના રિપોર્ટ અનુસાર જ્યારે પાછલા વર્ષે શૂટિંગ બંધ થવા પર અભિનેતા પર આર્થિક સંકટ આવ્યું તો કેટલાકે ફળ-શાકભાજી વેચીને ગુજરાન ચલાવ્યુ. તો અતુલ વીરકરનો પરિવારે પણ આ સમયમાં અગરબત્તી અને અખબાર વેચીને જીવન પસાર કરવાનો નિર્ણય લીધો.

પુત્ર માટે દવા નથી

મીડિયા સાથે વાતચીતમાં અતુલ વીરકરે કહ્યુ, લૉકડાઉને ન માત્ર મને પરંતુ દરેકને પ્રભાવિત કર્યા છે. પરંતુ મારી સાથે થોડી અલગ મુશ્કેલી છે. કારણ કે મારો પુત્ર આ સમયે ગંભીર બીમારી સાથે લડી રહ્યો છે. તે અન્ય સામાન્ય બાળકોની જેમ ઉભો થઈ શકતો નથી અને ન કંઈ કામ કરી શકે છે. બસ બેડ પર પડ્યો રહે છે.

દેશમાં નથી સારવાર

અતુલ વીરકરે પુત્રની બીમારી વિશે જણાવતા કહ્યુ, AHDS ખુબ દુર્લભ બીમારી છે. પુત્રની સારવાર અમે કરાવી રહ્યા છીએ પરંતુ ભારતમાં આ બીમારીની કોઈ દવા નથી. મને કેટલાક ડોક્ટરો પાસેથી જાણવા મળ્યુ કે, મારા પુત્રની સારવારનો એક જ રસ્તો છે નેધરલેન્ડથી દવાઓ મંગાવવી. તે એવા દેશોમાં છે જે AHDS દર્દીઓની સારવાર માટે દવાઓ બનાવે છે.

સમર્થનની આશા

આ દિવસોમાં અતુલ વીરકર પોતાના પુત્રની બીમારી દૂર કરવા અને તેની સારવાર માટે પૈસા ભેગા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ, હું ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી છું. મેં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ કામ કર્યુ. ઘણા મરાઠી ટીવી શો કર્યા. ઘણા એક્ટરો આર્થિક રૂપથી મારી મદદ કરી રહ્યા છે અને હું ખુશ છું. મારે કોઈ પાસેથી વધુ આશા નથી પરંતુ હું સમર્થન ઈચ્છુ છું.

પંડિત પણ છે અતુલ વીરકર

અતુલ વીરકરના કરિયર વિશે વાત કરીએ તો તે માત્ર એક અભિનેતા નથી પરંતુ ઇન્ડસ્ટ્રીમાં પંડિત તરીકે પણ ઓળખાય છે. તેણણે કહ્યુ, મેં શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યો છે. હું જ્યારે ટીનેજરમાં હતો તો મારા પિતાનું નિધન થયુ હતું. હું પહેલા મંગાંવમાં રહેતો હતો અને ત્યાંથી શૂટિંગ માટે મુંબઈ આવતો હતો. હું પંડિત પણ છું અને ઇન્ડસ્ટ્રીના લોકો મને પંડિતના રૂપમાં ઓળખે છે. મેં ઘણી ફિલ્મોના મુહૂર્ત કરાવ્યા છે. ઓફ-સ્ક્રીન અને ઓન-સ્ક્રીન પૂજા પણ કરાવી છે.

(4:50 pm IST)