બે અભિનેત્રીએ ના કહી, રકુલે હા કહી
રકુલ પ્રિત સિંહ સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી છે. હાલમાં તે ફિલ્મની પોતાની ભુમિકાને કારણે ખુબ ચર્ચામાં છે. તે આગામી ફિલ્મમાં કોન્ડમ ટેસ્ટરનો રોલ નિભાવી રહી છે. તેની કારકિર્દીની આ સોૈથી બોલ્ડ ફિલ્મ ગણાવાઇ રહી છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે સોૈ પહેલા અનન્યા પાંડે અને સારા અલી ખાનને ઓફર થયાનું કહેવાય છે. પરંતુ બંનેએ આ રોલ કરવાની ના પાડી દીધી હતી. એ પછી રકુલ પ્રિત સિંહને ભુમિકા માટે ઓફર કરવામાં આવતાં તેણે હા પાડી હતી. સારા અલી હાલમાં વિક્કી કોૈશલ સાથે અશ્વત્થામા કરી રહી છે. તેણે પટકથા સાંભળ્યા બાદ વિન્રમતાથી ઓફર ઠુકરાવી દીધી હતી. અનન્યાએ પણ આ રોલ માટે ના કહી દીધી હતી. ખુબ જ બોલ્ડ રોલ હોવાથી તેણે ના કહ્યાનું કહેવાય છે. અંતે રકુલને આ રોલ મળ્યો હતો. રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મુવીઝ આ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. મહિલા પ્રધાન અને સામાજીક કોમેડી ફિલ્મ હોવાનું કહેવાય છે. ફિલ્મનો ઉદ્દેશ કોન્ડમ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. ભારતમાં લોકો આજે પણ આ માટે સંકોચ અનુભવતા હોય છે.