ફિલ્મ જગત
News of Friday, 10th April 2020

કાર્તિક આર્યનના ફરી વખાણ

અભિનેતા કાર્તિક આર્યને બોલીવૂડમાં સ્થાન બનાવી લીધુ છે. એક પછી એક મોટી ફિલ્મો તેને મળવા માંડી છે. તેના અભિનયના પણ મોટા મોટા કલાકારો, નિર્માતા, નિર્દેશકો વખાણ કરતાં થઇ ગયા છે. થોડા સમય પહેલા કંગના રનોૈતે કાર્તિકના વખાણ કર્યા હતાં. હવે શત્રુઘ્ન સિન્હાએ પણ કાર્તિકને વખાણ્યો છે. કાર્તિકને તાજેતરમાં તેની ફિલ્મ પતિ પત્નિ ઓૈર વોના દમદાર અભિનય બદલ એવોર્ડ મળ્યો હતો. તેની ચિન્ટૂ ત્યાગીની મજેદાર ભુમિકા દર્શકોને ખુબ ગમી હતી.   આ સુપરહિટ ફિલ્મ તાજેતરમાં ટીવી પર પણ દેખાડાઇ હતી. હવે આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. આ કારણે હવે નાના પરદે પણ કાર્તિકે ધૂમ મચાવી દીધી છે. કાર્તિકના અભિનયના હવે શત્રુઘ્ન સિન્હાએ વખાણ કર્યા છે. ટ્વિટર પર તેણે લખ્યું હતું કે લોકડાઉનમાં મેં કાર્તિકની પતિ પત્નિ ઓૈર વો ફિલ્મ જોઇ, તેનો અભિનય મને ખુબ પસંદ પડ્યો છે. તેણે કહ્યું હતું કે કાર્તિકનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે.

(9:58 am IST)